Rajkot: રખડતા ઢોરની સમસ્યા મુદ્દે બોલ્યા પરષોત્તમ રૂપાલા, છાણની ખરીદી શરૂ થતા એકાદ વર્ષમાં પ્રશ્નનો ઉકેલ આવશે

Rajkot: રખડતા ઢોરની સમસ્યા મુદ્દે પરશોત્તમ રૂપાલાએ જણાવ્યુ છે કે છાણની ખરીદી શરૂ થતા પશુઓની ઉપયોગિતા વધશે અને રખડતા ઢોર પાલતુ થઈ જશે અને એકાદ વર્ષમાં સમસ્યાનો ઉકેલ આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 9:11 PM

રખડતા ઢોરની અડફેટે થતા અકસ્માત અને મૃત્યુને લઈને જનતામાં રોષ છે તો બીજી તરફ રખડતા ઢોર (Stray Cattle) પકડવાની કામગીરી સામે માલધારી સમાજમાં આક્રોશ છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)એ રખડતા ઢોર મુદ્દે નિવેદન આપ્યુ કે પશુઓના છાણ અને મૂત્રની ખરીદી શરૂ થતા રખડતા ઢોર ઉપયોગી બનતા લોકો તેને સાચવવા લાગશે. બનાસ ડેરી (Banas Dairy)એ પશુઓનું છાણ ખરીદવાનું શરૂ કરતા પશુપાલકોને ફાયદો થયો છે. આ અંગે કેન્દ્ર સરકાર પણ એક મહત્વની પોલિસી જાહેર કરવાની તૈયારીમાં છે. જે બાદ એકાદ વર્ષમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ થઈ થવાની આશા છે તેમ રૂપાલાએ જણાવ્યુ હતુ.

દેશ અને રાજ્યમાં ગોબરની વ્યાપક ખરીદી કરી ગેસ સ્ટેશનો સ્થાપવાની યોજના

ગુજરાતમાં ગોબરની વ્યાપક ખરીદી થઈ શકે અને તેનો ઉપયોગ સારામાં સારી રીતે થઈ શકે એ દિશાના પ્રયાસો ભારત સરકાર અને રાજ્ય સરકાર અસરકારક રીતે અમલમાં આવે તેના માટે કરી રહી છે. આના માટે બનાસકાંઠાની ભાભર ડેરીની સાથે પ્રાઈવેટ એન્ટરપ્રેન્યોર દ્વારા MOU પણ કરી લેવામાં આવ્યા છે રૂપાલાએ જણાવ્યુ છે. અત્યારે ગોબર 2 રૂપિયા કિલો ખરીદી શકાય તેવી પણ એક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

સુઝુકી કંપની ગેસ બનાવવા માટે ગોબર આધારિત કંપની શરૂ કરશે અને તેના ગેસ સ્ટેશનો સ્થાપવા માટેની એક યોજના લઈને આવી છે. જેનુ પીએમ મોદીએ ગયા મહિને જ ઉદ્દ્ઘાટન કર્યુ છે. રાજ્યમાં ગોબરની ખપત વધશે, તેની કિંમત વધશે તો ગૌમૂત્રની કિંમત વધશે અને એકાદ વર્ષની અંદર તેના પરિણામો પણ સામે આવશે. પશુઓના ગોબરની ઉપયોગિતા સામે આવતા જ રખડતા ઢોરને બદલે પાલતુ ઢોરની હરોળમાં આવી જશે અને રખડતા ઢોરની સમસ્યાનું પણ નિરાકરણ થવાની પુરેપુરી શક્યતા છે તેમ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">