રખડતા ઢોર મામલે કામ કરતા કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરનારાની હવે ખેર નથી, આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ

Ahmedabad: રાજ્યમાં વિકરાળ બનેલી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં વધુ એકવાર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે અમદાવાદ મ્યુનિસપલ કોર્પેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંધનામાને ધ્યાને લીધા બાદ રાજ્ય સરકાર, DGP, સહિત તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવાના આદેશ આપ્યા.

રખડતા ઢોર મામલે કામ કરતા કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરનારાની હવે ખેર નથી, આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટ
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Sep 05, 2022 | 7:57 PM

રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી રખડતા ઢોર (Stray Cattle)ની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં હાઈકોર્ટે (Highcourt) રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત DGP અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે. છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા, જેમાં અમુક કિસ્સાઓમાં મોત થયાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ મામલે થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) ફટકાર લગાવી હતી. જેમાં કોર્ટે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંધનામાને ધ્યાને લીધા બાદ કેટલાક આકરા આદેશ કર્યા છે. આ કેસમાં પક્ષકાર તરીકે જોડાયેલા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ કોર્ટને અવગત કરી કે છેલ્લા કેટલાક દિવસથી કાર્યવાહી તો ચાલી હતી, પરંતુ હજુ પણ સમસ્યા જેમની તેમ જ છે.

બીજી તરફ તેમણે રજૂઆત કરતા જણાવ્યુ કે જે ટીમ હાલ કામગીરી કરી રહી છે તેમના પર સતત હુમલા કરી રહ્યા છે. તેવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ પર હુમલો કરનારા વ્યક્તિને જોખમી વ્યક્તિ ગણી તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188 હેઠળ ગુનો નોંધવા જોઈએ. આ સાથે જ કોર્ટે એ પણ નોંધ્યુ કે AMC અને સરકારે પુરતા પગલા નથી લીધા તો આ જ મામલે હવે અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્ય પોલીસ વડા અને રાજ્ય સરકારના રખડતા ઢોરને ડામવા માટેના લાંબા અને ટૂંકા ગાળાનો એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કર્યો છે. આ સાથે જ રાજ્યના ગૃહ વિભાગને યોગ્ય સંકલન માટે એક વોરરૂમ તૈયાર કરવા પણ આદેશ આપ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ તરફ આ મામલે અરજી કરનાર નિલય પટેલે સમગ્ર કાર્યવાહી મામલે કોર્ટમાં કહ્યું કે હજુ પણ આ સમસ્યા જેમની તેમ છે. હજુ પણ સતત કાર્યવાહી કરવાની જરૂર છે આ સાથે જ CNCD વિભાગને પણ આગામી સુનાવણી સુધી વધુ એક વખત 24 કલાક કામગીરી કરે તેવી વિનંતી કરી હતી તે કોર્ટે માન્ય રાખી હતી. જ્યારે સમગ્ર મામલે હવે સરકાર અને AMC એ કોર્ટને આશ્વસ્થ તો કર્યા છે, પરંતુ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે હજુ પણ એક ગંભીર સવાલ છે આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

g clip-path="url(#clip0_868_265)">