AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : લમ્પી વાયરસના કેસ વધતાં કોર્પોરેશન તંત્ર એક્શનમાં, રસીકરણ અભિયાન શરૂ કર્યું

Rajkot : લમ્પી વાયરસના કેસ વધતાં કોર્પોરેશન તંત્ર એક્શનમાં, રસીકરણ અભિયાન શરૂ કર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 9:59 PM
Share

રાજકોટના(Rajkot) મેયર પ્રદિપ ડવે રસીકરણ અંગે માહિતી આપી અને કહ્યું કે છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની ટીમ રસીકરણ અભિયાનમાં જોડાઇ છે..એનિમલ હોસ્ટેલ, પાંજરાપોળ અને માલધારીઓના પશુને રસી આપવામાં આવી રહી છે.

ગુજરાતમાં(Gujarat)  પશુઓના રોગચાળો  લમ્પી વાયરસે(Lumpy Virus)  હાહાકાર મચાવ્યો છે..લમ્પી વાયરસના કારણે અનેક પશુના મોત થઇ રહ્યાં છે.ત્યારે લમ્પી  વાયરસ સામે પશુઓને રક્ષણ આપવા માટે રાજકોટ મહાનગર પાલિકીએ(Rajkot)  રસીકરણ અભિયાન(Vaccination)  શરૂ કર્યું છે. જેમાં મેયર પ્રદિપ ડવે રસીકરણ અંગે માહિતી આપી અને કહ્યું કે છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની ટીમ રસીકરણ અભિયાનમાં જોડાઇ છે..એનિમલ હોસ્ટેલ, પાંજરાપોળ અને માલધારીઓના પશુને રસી આપવામાં આવી રહી છે. તેમજ સાથે જ દાવો કર્યો કે અત્યાર સુધી રાજકોટમાં 10 હજાર પશુને રસી આપવામાં આવી છે. આગામી દિવસોમાં 20 હજાર પશુને રસી આપવામાં આવશે.તો  સાથે જ માલધારીઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર મચાવી દીધો છે.ત્યારે રાજકોટમાં લમ્પી વાયરસનો ખતરો યથાવત જોવા મળતા પશુપાલકો  ચિંતિત થયા છે. લમ્પી વાયરસથી વધુ 5 પશુઓના મોત થતા પશુપાલન વિભાગ દોડતું થયું છે.રાજકોટમાં પશુઓનો કુલ મૃત્યુ આંક 21 થયો છે..જયારે શહેરમાં 1,174 પશુઓ બિમાર થયા છે.

લમ્પી વાયરસના કારણે પશુઓ તો બીમાર પડી રહ્યા છે જેથી પશુપાલકો ટેન્શનમાં તો છે. હવે વાયરસની અસર દૂધની આવક પર પડતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.. કેમ કે, લમ્પી વારયસના કારણે દૂધ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

પહેલા ગાય કે ભેંસ દરરોજ 8 થી 10 લીટર દૂધ આપતી હતી.. તે હવે એક થી બે લીટર દૂધ આપી રહી છે… તે પણ ઉપયોગમાં લેતા પશુપાલકો ડરી રહ્યા છે.રાજકોટ ડેરીમાં પણ દૂધની આવકમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં સરેરાશ દૈનિક 3.70 લાખ લીટરની સામે છેલ્લા બે થી ત્રણ દિવસમાં 10 હજાર લીટરનો નોંધપાત્ર ઘટાડો નોંઘાયો છે.

Published on: Jul 28, 2022 09:57 PM
g clip-path="url(#clip0_868_265)">