AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ન શોભે તેવા કપડાં પહેરીને ન આવતા, જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDO નો મહત્વપૂર્ણ પરિપત્ર, જુઓ Video

Rajkot : ન શોભે તેવા કપડાં પહેરીને ન આવતા, જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDO નો મહત્વપૂર્ણ પરિપત્ર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 8:03 PM
Share

રાજકોટમાં જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDOઓ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ન શોભે તેવા કપડાં પહેરીને ન આવવા કર્મચારીઓને તાકીદ કરી છે. સરકારી કચેરી, બેઠકમાં ન શોભે તેવા કપડા ન પહેરવા રજૂઆત કરવામાં આવી છે. કેટલાક કર્મચારીઓ બટન ખુલ્લા રાખીને આવતા હોવાનો દાવો પણ કરવામા આવ્યો હતો.

શાળામાં પહેરવેશ યોગ્ય હોવો જોઈએ, તો સરકારી કચેરીઓમાં કેમ નહીં ? રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDOનો પણ આ અંગેનો એક મહત્વપૂર્ણ પરિપત્ર સામે આવ્યો છે. જેમાં ન શોભે તેવા કપડાં પહેરીને ન આવવા કર્મચારીઓને તાકીદ કરાઈ છે. સરકારી કચેરી, બેઠકમાં ન શોભે તેવા કપડાં ન પહેરવા તાકીદ કરી છે. કેટલાક કર્મચારીઓ બટન ખુલ્લા રાખીને આવતા હોવાનો દાવો છે. તો જીન્સ, ટી-શર્ટમાં આવતા કર્મચારીઓ માટે આવો પરિપત્ર બહાર પડાયો છે અને મર્યાદામાં કપડાં પહેરીને આવવા માટેની તાકીદ કરાઈ છે.

આ પણ વાંચો : Rajkot:  જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ, પ્રથમવાર મેળામાં કંટ્રોલરૂમના કર્મચારીઓને અપાશે વોકીટોકી સેટ

બીજી તરફ રાજકોટની ખાનગી શાળાઓમાં પણ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.  વિદ્યાર્થીઓએ તો નિયમ અને શિસ્તમાં રહેવું જ પડે છે. પરંતુ હવે વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓએ પણ નિયમો પાળવા પડશે. વાલીઓ નાઈટ ડ્રેસ, ગાઉન, કેપરી સહિતના ટૂંકા વસ્ત્રો સાથે શાળામાં પ્રવેશ નહીં કરી શકે. આગામી સમયમાં વાલીઓ માટેનો આ નિર્ણય રાજકોટ શહેરની તમામ શાળાઓમાં લાગુ કરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વાલીઓને એક માર્ગદર્શિકા આપશે અને તે પ્રમાણે વાલીઓએ અનુસરવાનું રહેશે. આ નિર્ણય શાળાઓમાં શિસ્ત અને ગરીમાપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે લેવાયો છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">