Breaking News : રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં લાંચનો ખેલ ! કામ ઝડપથી પૂરું કરવા રૂ. 5000ની માંગણીનો આક્ષેપ – જુઓ Video
રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી વિભાગની ગ્રામ્ય-2 ઓફિસમાં લાંચ લેવાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં લાંચ લેવાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિભાગના કર્મચારી દ્વારા કામ ઝડપથી પૂરું કરવા માટે અરજદાર પાસે લાંચની માંગણી કરવામાં આવી છે.
આક્ષેપ મુજબ, કર્મચારીએ પહેલા સમજીને પૂરતી રકમ આપી દેવા જણાવ્યું હતું અને ત્યારબાદ રૂ. 5000ની લાંચ માંગી હતી. સમગ્ર મામલે યુવકે આ કર્મચારીને રૂ. 2000 આપ્યા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો વાયરલ થતાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લાંચિયા અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. જો કે, વાયરલ વીડિયોની સત્યતાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે GPSCની કાઢી ઝાંટકણી, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
Follow Us