રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં તહેવારો પૂર્વે મગફળીની વિપુલ આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઇ રહી છે. જેના પગલે બુધવાર રાતથી માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ગુજરાતમાં(Gujarat)  દિવાળીના(Diwali) તહેવારો પૂર્વે માર્કેટ યાર્ડમાં(APMC) પાકની આવક શરૂ થઈ છે. જેમાં રાજકોટના(Rajkot)  ગોંડલ માર્કેટ યાર્ડમાં(Gondal APMC) દિવાળીના તહેવારો પૂર્વે જ પાકની પુષ્કળ આવક જોવા મળી રહી છે. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ( Groundnuts) પુષ્કળ આવક થઇ રહી છે. જેના પગલે બુધવાર રાતથી માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

તેમજ મગફળીની આવકના પગલે માર્કેટિંગ યાર્ડની બહાર અંદાજે 5 થી 6 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેમાં
માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1અંદાજે 1 લાખ 20 હજાર ગુણીની આવક નોંધાઈ છે. તેમજ હાલ હરાજીમાં મગફળી ભાવ ના 20 કિલોના 800 થી 1250 સુધીના બોલવામાં આવી રહ્યા છે. તેમજ હાલ દિવાળી પર્વમાં 7 દિવસની જાહેર રજાને લઈને મગફળીની મબલખ આવક જોવા મળી રહી છે.

આ ઉપરાંત રાજકોટના અન્ય માર્કેટ યાર્ડમાં પાકની આવક જોવા મળી રહી છે. તેમજ સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના માર્કેટ યાર્ડના દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. જેના લીધે દિવાળી પૂર્વે આ તમામ માર્કેટ યાર્ડમાં પાકની પુષ્કળ આવક જોવા મળશે. ગુજરાતના આ વર્ષે પડેલા ભારે વરસાદના પગલે  સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં અનેક પાકની ઉપજના વધારો થયો છે. તેમજ તેના લીધે હવે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાક લઇને વેચાણ માટે આવી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં LRD ની 10,459 જગ્યા માટે સવા લાખ અરજી, 09 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

આ પણ વાંચો :ગુજરાતમાં દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના પગલે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati