ગુજરાતમાં દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના પગલે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત
ગુજરાતમાં દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના પગલે સરકારે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત કરી છે.
ગુજરાતમાં(Gujarat) દિવાળી નૂતન વર્ષ( New Year) તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના પગલે સરકારે રાત્રિ કરફ્યુમાં(Night Curfew) છૂટછાટની જાહેરાત કરી છે. જેમાં 30 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગર આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં રાત્રે 1 કલાકથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે.
ગુજરાતમાં સરકારે તહેવારોમાં રાત્રિ કરફયુમાં બે કલાકની છૂટ વધારી
જયારે રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 12 વાગે સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે સિનેમા હૉલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત નૂતનવર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કોરોના ગાઈડ લાઇન મુજબ કરી શકાશે.નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ કોરોના ગાઇડ લાઇન મુજબ મહત્તમ 400 લોકોની ક્ષમતામાં યોજી શકાશે. જેમાં બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા મુજબ આયોજિત કરી શકાશે.
જો કે સ્પા સેન્ટરો સવાર નવથી રાતના નવ વાગે સુધી જ ચાલુ રાખી શકાશે.જ્યારે છઠ્ઠ પૂજામાં પણ મહત્તમ 400 લોકોની મર્યાદામાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોના ગાઈડ લાઇન અને મહત્તમ 400 લોકોની મર્યાદાના તહેવારની ઉજવણી કરવામાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં તહેવારોમાં રાત્રી કરફયુમાં છૂટછાટ
-રાત્રી કરફયુમાં 30 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી રાહત
-8 મહાનગરોમાં રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી છૂટ
-દુકાનો, લારી-ગલ્લા, સલૂન, બ્યુટી પાર્લર રાત્રે 12 વાગે સુધી ખુલ્લા રાખી શકાશે
-75 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ અને હોટલ રાત્રે 12 વાગેસુધી ખુલ્લા રાખી શકાશે
-સિનેમાગૃહો 100 ટકા ક્ષમતા અને SOPના પાલન સાથે ખોલી શકાશે
-દિવાળી, બેસતુ વર્ષ અને છઠ્ઠ પૂજામાં 400 લોકોને SOPના પાલન સાથે છૂટ
-ફરજિયાત રસીકરણ સાથે સ્પા સેન્ટરો ખોલવાની મંજૂરી
-સવારના 9થી રાત્રીના 9 સુધી સ્પા સેન્ટર ખુલ્લા રાખી શકાશે
આ પણ વાંચો : વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવા કવાયત હાથ ધરાઇ, અનેક યોજનાઓ અમલમાં મુકાશે
આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ વિભાગ બાદ હવે આ વિભાગના કર્મચારીઓ પણ પગારના મુદ્દે આંદોલનના મૂડમાં