AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ: OBC સર્ટિફિકેટ મુદ્દે મજોકઠા આહિર સમાજમાં રોષ, ધર્મ પરિવર્તન રેલીની ઉચ્ચારી ચીમકી

રાજકોટ: OBC સર્ટિફિકેટ મુદ્દે મજોકઠા આહિર સમાજમાં રોષ, ધર્મ પરિવર્તન રેલીની ઉચ્ચારી ચીમકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2026 | 10:13 PM
Share

રાજકોટમાં મજોકઠા આહિર સમાજના લોકોને OBC સર્ટિફિકેટ મેળવવામાં પડતી મુશ્કેલીઓને લઈને રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, વર્ષ 1978ના GR પ્રમાણે OBC સર્ટિફિકેટ મળતું નથી. બીજી તરફ, 1978 બાદ સમાજને જનરલ કે OBC, કોઈપણ કેટેગરીમાં યોગ્ય સ્થાન ન મળતાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમાજના જણાવ્યા અનુસાર, OBC સર્ટિફિકેટના અભાવે […]

રાજકોટમાં મજોકઠા આહિર સમાજના લોકોને OBC સર્ટિફિકેટ મેળવવામાં પડતી મુશ્કેલીઓને લઈને રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, વર્ષ 1978ના GR પ્રમાણે OBC સર્ટિફિકેટ મળતું નથી. બીજી તરફ, 1978 બાદ સમાજને જનરલ કે OBC, કોઈપણ કેટેગરીમાં યોગ્ય સ્થાન ન મળતાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સમાજના જણાવ્યા અનુસાર, OBC સર્ટિફિકેટના અભાવે અનેક સરકારી કામો અટવાય છે. ખાસ કરીને સમાજના યુવાનો સરકારી નોકરીની તકોથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મજોકઠા આહિર સમાજની અંદાજે એક લાખ જેટલી વસ્તી હોવાનો દાવો છે. આ સમસ્યાના ઉકેલની માગ સાથે સમાજના લોકોએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

સમાજના એક નિવૃત્ત આર્મી જવાને પણ આ મુશ્કેલી અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારમાં આર્મીની ફરજ દરમિયાન તેમનો OBC કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતમાં સમાજના લોકોને સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

સમાજના આગેવાનોએ સરકાર સમક્ષ આ પ્રશ્નનો ઉકેલ લાવવાની માગ કરી છે. જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 28 ડિસેમ્બરે ધર્મ પરિવર્તન રેલી યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

શું બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ આંદોલનની આડમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ થઈ રહ્યો છે? કોણ છે અસલી માસ્ટરમાઈન્ડ- વાંચો

Published on: Oct 16, 2026 10:13 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">