રાજકોટ અગ્નિકાંડ : એક વર્ષ પહેલા અપાઇ હતી નોટિસ, ગેરકાયદે માળખાને હટાવવાના બદલે થયુ વિસ્તરણ, જુઓ Video

|

Jun 01, 2024 | 10:53 AM

રાજકોટના અગ્નિકાંડના 4 આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.

રાજકોટના અગ્નિકાંડના 4 આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. 6જૂન 2023ના દિવસે TRP ગેમઝોનને નોટિસ અપાઇ હતી.TRP ગેમઝોનમાં ગેરકાયદે માળખાને હટાવવા નોટિસ અપાઇ હતી.

નોટિસ બાદ આરોપી અધિકારીઓની રહેમ નજર હેઠળ ધમધમતો હતો ગેમઝોન. નોટિસ અપાયાના 7 દિવસમાં કાર્યવાહી કરવાની હોવા છતા પગલા લેવામાં આવ્યા ન હતા. ગેરકાયદે ભાગ તોડવાને બદલે ગેમઝોનનું વિસ્તરણ થયુ છે. અધિકારીઓએ આર્થિક લાભ લીધો કે દબાણ હેઠળ હતા તે અંગે પણ સવાલ ઉભા થયા છે.

કોર્ટમાં 4 સપ્ટેમ્બરે 2023માં લાગેલી આગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર રોહિત વિગોરાની બેદરકારીનો પણ ઉલ્લેખ કર્યો છે. રોહિત વિગોરાએ ફાયર NOC અને સેફ્ટી અંગે કાર્યવાહી કેમ ન કરી?

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ અને  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video