રાજકોટના વિંછિયા તાલુકાના 6 ગામના ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, ખેતીની જમીનમાંથી ઈકો-સેન્સિટિવ ઝોનની નોંધને દૂર કરાશે
રાજકોટના વિંછીયા તાલુકાના છ ગામના ખેડૂતોને મોટી રાહત મળી છે. ખેડૂતોની જમીનમાં 7/12ના ઉતારામાંથી નોંધાયેલા ઈકો-સેન્સિટિવ ઝોનને હવે દૂર કરવામાં આવશે. વિંછીયા તાલુકાના હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા અને ભોયરા ગામને પર્યાવરણ અને વન વિભાગ દ્વારા રાહત આપવામાં આવી છે.
રાજકોટના વિંછીયા તાલુકાના 6 ગામના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ખેડૂતોની ખેતીની જમીન પર નોંધાયેલા ઇકો-સેન્સિટિવ ઝોનને હવે દૂર કરવામાં આવશે. પર્યાવરણ અને વન વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની જમીનમાં 7/12 ના ઉતારામાંથી ઈકોસેન્સિટિવ ઝોનની નોંધ દૂર કરવામાં આવશે. જેનાથી ખેડૂતોને મોટી રાહત ખશે અને હવે તોઓ આગામી સમયમાં ખેતરમાં કૂવો ખોદવા સહિતની કામગીરી કરી શકશે. વિંછિયા પાસે હિંગોળગઢ અભયારણ્ય ફરતે દીવાલ બનાવવામં આવશે.
રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ નિર્ણયથી વિંછીયા તાલુકાના હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાણા અને ભોયરા ગામના ખેડૂતોને સીધો લાભ મળશે. ખેડૂતો હવે તેમની જમીનમાં કૂવા ખોદવા સહિતના ખેતી સંબંધિત કાર્યો સરળતાથી કરી શકશે, જે ઇકો-સેન્સિટિવ ઝોનના પ્રતિબંધોને કારણે અગાઉ શક્ય નહોતું.
આ ઉપરાંત, હિંગોળગઢ અભ્યારણ્યની આસપાસ સુરક્ષા માટે દીવાલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દીવાલ વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડ્યા વિના તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ખેડૂતોને હિતમાં લેવાયેલો આ નિર્ણય એક મોટી રાહતના રૂપે આવ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના નવનિયુક્તની અધિક્ષકની સફાઈ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ, જાતે સફાઈ કરી આપ્યો કડક સંદેશ
