જો દેખાણો તો હું ઉપાડી લઈશ….. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી, ઓડિયો ક્લિપ વાયરલ

| Edited By: | Updated on: May 26, 2026 | 2:43 PM

પિતા પ્રમુખ બન્યાના 12 કલાકમાં પુત્રની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ સંજય પીપળીયાના પુત્રની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેણે ભારે રાજકીય ગરમાવો સર્જયો છે. વાયરલ થયેલ ક્લિપમાં, પ્રમુખ સંજય પીપળીયાના પુત્ર હર્ષિલ પીપળીયા, ભાજપના જ કાર્યકર્તાને ધમકાવતો હોવાનું સામે આવ્યું છે.

પિતા પ્રમુખ બન્યાના 12 કલાકમાં પુત્રની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ સંજય પીપળીયાના પુત્રની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેણે ભારે રાજકીય ગરમાવો સર્જયો છે. વાયરલ થયેલ ક્લિપમાં, પ્રમુખ સંજય પીપળીયાના પુત્ર હર્ષિલ પીપળીયા, ભાજપના જ કાર્યકર્તાને ધમકાવતો હોવાનું સામે આવ્યું છે. સંજય પીપળીયાનો પુત્ર હર્ષિલ પીપળીયા, વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં અપશબ્દો બોલતો હોવાનું પણ સંભળાય છે.

જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પૂર્વે, હર્ષિલ પીપળીયાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને લોકો પાસે જવાબ માંગ્યો હતો કે, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે. આ પોસ્ટને રિપ્લાય કરતા ભાજપના એક કાર્યકર્તા દ્વારા અર્જુન ખાટરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે તેવું લખ્યું હતું. કાનો કાકડીયા ઉર્ફે કાનો પટેલ દ્વારા ફેસબુકમાં રિપ્લાય સ્વરૂપે પોસ્ટ કરવામાં આવી હતી.

હર્ષિલ પીપળીયાએ સોશિલય મીડિયામાં એવુ લખ્યુ હતું કે, તમારા મતે જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે? આની સાથેસાથે પોસ્ટમાં અર્જુન ખાટરીયા અને જસ્મિન પીપળીયાના, દિલીપ સરવૈયા સહિતના મૂક્યા હતા ફોટા. પોસ્ટમાં સંજય પીપળીયાનો ફોટો ના મૂકતા બબાલની થઈ હતી શરૂઆત. નવ નિયુક્ત પ્રમુખ પુત્રે ભાજપના કાર્યકર્તાને જિલ્લા પંચાયતમાં પગ ના મૂકવા આપી ધમકી. પિતા પ્રમુખ બનતા જિલ્લા પંચાયતમાં કોને એન્ટ્રી અને કોને નો એન્ટ્રી તે શું પ્રમુખ પુત્ર નક્કી કરશે તેવુ રાજકોટમાં ચર્ચાઈ રહ્યું છે.

Breaking News : ઇબોલા વાયરસને લઈ ગુજરાત સરકાર એલર્ટ, હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર, એરપોર્ટ સ્ક્રીનિંગ શરૂ, જુઓ Video

Follow Us