Breaking News : રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો! જુઓ Video

| Edited By: | Updated on: May 21, 2026 | 1:42 PM

પેટ્રોલ અને ડીઝલની અછત હવે ગંભીર બની રહી છે. રાજકોટના ધોરાજીમાં પણ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી. પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં  પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી. ડીઝલ લેવા માટે આવેલા વાહન ચાલકો કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહ્યા. પુરતું ડીઝલ ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કામકાજ છોડીને વહેલી સવારથી જ કતારમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. કતારોમાં લાગેલા ખેડૂતોને માત્ર 10 લીટર જેટલું જ ડીઝલ અપાતા રોષનો માહોલ જોવા મળ્યો હતો. ડીઝલ મેળવવાની આશામાં કલાકો સુધી ખેડૂતો પંપ પર રાહ જોઈ રહ્યા છે.

માત્ર 10 લીટર ડીઝલ મળતા ખેડૂતોમાં રોષ

ખેડૂતોનો આરોપ છે કે, કેન લઈને આવે તો કેન ભરવા દેતા નથી. 24 કલાકમાં 36થી 40 લીટર જેટલું ડીઝલ લાગે છે. ખેડૂતોને માત્ર 10 લીટર ડીઝલ મળતા ભારે રોષ છે. મળેલા ડીઝલમાંથી 5 લીટર ડીઝલ આવા-જવામાં લાગી જાય છે. 3થી 4 કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડે છે. જલ્દી વારો આવતો નથી અને જ્યારે વારો આવે છે ત્યારે માત્ર 500થી 1000 રૂપિયા નું જ ડીઝલ આપવામાં આવે છે.

આ પણ વાંચો, Breaking News: ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો, પોલીસ બોલાવવી પડી, જુઓ Video

Follow Us