એકવાર ફરી ત્રાટક્યું ‘દાદાનું બુલડોઝર’…! 12 ગુનામાં સંડોવાયેલા શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો – જુઓ Video
રાજકોટના પડવલા ગામમાં આજે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. એક કુખ્યાત શખ્સે સરકારી જમીન પર કરેલા બાંધકામ પર આજે 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું છે.
રાજકોટ જિલ્લાના પડવલા ગામમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પડવલામાં કુખ્યાત શખ્સ અલી મોહમદ સોઢાએ આશરે 300 વાર જેટલી સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જેના પર આજે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
તાલુકા વિકાસ અધિકારીની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની હાજરીમાં આ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અલી મોહમદ સોઢા એક ગુનેગાર છે અને તેની સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ આરોપીએ એક વ્યક્તિ પર ઘાતક હુમલો કર્યો હોવાની ઘટના પણ સામે આવી હતી.
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે! વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40 થી 50 ઈંચ વરસાદની આગાહી – જુઓ Video
Follow Us
