Rajkot Breaking News : રાજકોટમાં બદલાયું હવામાન, કાલાવડ હાઇવે પર ઝાકળની ચાદર સાથે ઠંડીનો ચમકારો ! જુઓ Video

| Edited By: | Updated on: Oct 14, 2026 | 10:44 AM

સૌરાષ્ટ્રમાં હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ખીરસરા રણમલજી વિસ્તારમાં વહેલી સવારે ઝાકળની ચાદર છવાતાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો. ચોમાસાની વિદાયના એંધાણ અને શિયાળાના આગમનની શરૂઆત વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટના કાલાવડ હાઇવે પર વહેલી સવારે રસ્તાની આસપાસ ઝાકળનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ઝાકળની સફેદ ચાદર અને ઠંડા પવનને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક અનુભવાઈ હતી. ખીરસરા રણમલજી સહિત આસપાસના વિસ્તારોમાં કુદરતી નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારના આ દૃશ્યોએ લોકોને શિયાળાની શરૂઆતનો અહેસાસ કરાવ્યો હતો.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલ દિવસ અને રાતના વાતાવરણમાં તફાવત અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને ઝાંકળનો માહોલ જોવા મળે છે, જ્યારે બપોરના સમયે તડકો અને ગરમીનો અનુભવ થાય છે. આ રીતે નાગરિકો એક જ દિવસમાં બે અલગ-અલગ ઋતુ જેવો અનુભવ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં ડબલ ઋતુનો અનુભવ

ખાસ કરીને વહેલી સવારે ઘરેથી બહાર નીકળતા લોકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ, બપોરે તાપ વધતાં ગરમી અનુભવાય છે. હવામાનમાં જોવા મળતો આ ફેરફાર ચોમાસાની વિદાય બાદની ઋતુગત સ્થિતિનો સંકેત આપે છે.

રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારના ઝાકળભર્યા દૃશ્યો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જોકે, શિયાળાની શરૂઆત અને ઠંડીની તીવ્રતા અંગે ચોક્કસ અનુમાન માટે હવામાન વિભાગની આગાહી પર નજર રાખવી જરૂરી છે.

આ પણ વાંચો, Breaking News : એક, બે નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા, સુરતના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.