AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ડિજિટલ કરન્સીના નામે કરી મોટી છેતરપિંડી, લાલચ આપી અનેક લોકોને ઠગનાર 2 ની ધરપકડ

Rajkot: ડિજિટલ કરન્સીના નામે કરી મોટી છેતરપિંડી, લાલચ આપી અનેક લોકોને ઠગનાર 2 ની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:17 AM
Share

Rajkot: ડિજિટલ કરન્સીના નામે કરી મોટી છેતરપિંડીની ઘટના હમણા પ્રકાશમાં આવી હતી. લાલચ આપી અનેક લોકોને ઠગનાર 4 લોકોમાંથી 2 ની ધરપકડ કરવામાં આવી છે.

Rajkot Crime: રાજકોટમાં ડિજિટલ કરન્સીમાં (Digital currency fraud) રોકાણના નામે છેતરપિંડીના કેસમાં પોલીસને સફળતા હાથ લાગી છે. બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોકો સાથે છેતરપિંડી કરતા બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે દુબઇ ફરાર થયેલા અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. મહત્વનું છે કે સુરતમાં ૪ શખ્સોની ટોળકીએ લોકોને છેતરવા માટે કંપની શરૂ કરી હતી. ૩૦૦ ટકાના વળતરની લોભાણી લાલચ આપી અનેક લોકો પાસે નાણા પડાવ્યાં હતા.

ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણની આકર્ષક સ્કીમ આપી આ છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં રાજકોટના વકીલ સહિત અનેક લોકો પાસે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવ્યું હોવાના આરોપો છે. રોકાણ કર્નાવીને 4 સુરતના લોકોએ આ છેતરપીંડી કરી હતી. તો આ કેસમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સને ઝડપી લીધા છે. આ શખ્સોનો રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરી હતી. પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Gandhinagar: કોણ છે 5 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ સીઝ કરનાર આ ઓફિસર? જેમને પ્રાપ્ત થયો ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ

આ પણ વાંચો: Gandhinagar: AAPની 26 મહિલા કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવી, આખી રાત વિતાવવી પડી જેલમાં

Published on: Dec 21, 2021 08:13 AM
g clip-path="url(#clip0_868_265)">