AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: કોણ છે 5 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ સીઝ કરનાર આ ઓફિસર? જેમને પ્રાપ્ત થયો ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ

Gandhinagar: કોણ છે 5 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ સીઝ કરનાર આ ઓફિસર? જેમને પ્રાપ્ત થયો ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:05 AM
Share

Gandhinagar: ડીવાયએસપી ભાવેશ રોજીયાએ તેમની ફરજ દરમિયાન 920 કિલો ડ્રગ્સ સીઝ કર્યું છે. ડ્રગ્સની અત્યાર સુધી અંદાજીત બજાર કિંમત 5 હજાર કરોડથી વધુ છે.

Gandhinagar: ગુજરાત એટીએસના (Gujarat ATS) ડીવાયએસપી ભાવેશ રોજીયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ડીવાયએસપી ભાવેશ રોજીયાને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ પ્રાપ્ત થયો છે. સૌથી વધુ ડ્રગ્સ સીઝ કરવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી. જે બાદ તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાત પોલીસમાં હિમાંશુ શુક્લાને પણ ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ મળી ચૂક્યો છે.

મહત્વનું છે કે ડીવાયએસપી ભાવેશ રોજીયાએ 920 કિલો ડ્રગ્સ સીઝ કર્યું છે. તો આ ડ્રગ્સની અત્યાર સુધી અંદાજીત બજાર કિંમત 5 હજાર કરોડથી વધુ છે.

તો આ વચ્ચે ફરી ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના દરિયાકાંઠે પકડાયેલ હેરોઇનનો કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનની જેલમાંથી હેરોઇન હેરાફેરીનું આ ષડયંત્ર ચાલતું હતું. રાજસ્થાનના ગેંગસ્ટરો ડ્રગ્સ વેપાર ચલાવતા હોવાની માહિતી મળી રહી છે. આ મામલે એવી માહિતી મળી રહી છે કે, કરાચીથી મામુ નામના શખ્સે બોટમાં હેરોઇન લોડ કરાવ્યું હતુ.

ત્યારબાદ ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ડરી લાઇન પાસે અન્ય બોટમાં આ હેરોઇન ટ્રાન્સફર કરવાના હતા. જો કે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. મહત્વનું છે કે, કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.

આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 385 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.. માહિતીના આધારે રાત્રે બે કલાકે કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: Gandhinagar: AAPની 26 મહિલા કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવી, આખી રાત વિતાવવી પડી જેલમાં

આ પણ વાંચો: Surat: કલા, કાર્યક્રમો અને ફૂડનો જલસો રહ્યો હુનર હાટમાં, આ જોરદાર તસ્વીરો જોઇને તમે પણ થઇ જશો રોમાંચિત

Published on: Dec 21, 2021 07:51 AM
g clip-path="url(#clip0_868_265)">