Breaking News : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પદેથી રાજેન્દ્ર પટેલની હકાલપટ્ટી !
ઈડીના દરોડાના 24 કલાક પૂર્ણ થતા જ ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ હાથ ધરનાર ભૂપેન્દ્ર પટેલ સરકારે, રાતોરાત સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરને ખાતા વિહોણા કરી નાખ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલને તાકીદે કલેકટર પદેથી હટાવીને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા છે.
આર્થિક બાબતોને લઈને વિવાદમાં આવેલા સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક અસરથી બદલી કરીને તેમને ‘વેઇટિંગ ઇન પોસ્ટીંગ’ની કેટેગરીમાં મુકી દેવાયા છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરનો ચાર્જ સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને કેટલાક અન્ય સરકારી અધિકારીઓના આર્થિક કૌંભાડની જાણ ગુજરાતની કોઈ એજન્સીને થાય તે પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટરને થઈ હતી. જેના પગલે ઈડીએ સુરેન્દ્રનગરમાં માખણ અને મલાઈ મળે તેવી જગ્યાએ ફરજ બજાવતા સરકારી અધિકારીઓને સાણસામાં લીધા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેકટરની ગાંજ પડી હોવાના વાવડ ગાંધીનગર પહોચતા જ સરકાર પણ એકશનમાં આવી ગઈ હતી. ઈડીના દરોડાના 24 કલાક પૂર્ણ થતા જ ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ હાથ ધરનાર ભૂપેન્દ્ર પટેલ સરકારે, રાતોરાત સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરને ખાતા વિહોણા કરી નાખ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલને તાકીદે કલેકટર પદેથી હટાવીને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
