દ્વારકાધિશના ભક્તની આકરી ભક્તિ, છેક રાજસ્થાનથી દંડવત કરતા કરતાં પહોંચશે દ્વારકા- Video

દ્વારકાધિશના ભક્તની આકરી ભક્તિ, છેક રાજસ્થાનથી દંડવત કરતા કરતાં પહોંચશે દ્વારકા- Video

| Edited By: | Updated on: Jun 22, 2026 | 8:33 PM

દ્વારકાધિશના એક અનેરા ભક્તની અનોખી ભક્તિ સામે આવી છે. વાત છે રાજસ્થાનના એક એવા વૃદ્ધની જેઓ રાજસ્થાનથી દંડવત કરતા કરતા દ્વારકાધિશની યાત્રાએ નીકળ્યા છે. રોજ પગપાળા દંડવત કરતા કરતા તેઓ યાત્રાનો પડાવ પુરો કરી રહ્યા છે.

ભક્તિ રે કરવી જેને… ગંગાસતીના આ ભજનને બરાબર આત્મસાત કરી લેનારા રાજસ્થાનના એક વૃદ્ધ વિશે વાત કરવી છે. જેઓ રાજસ્થાનથી દ્વારકાધિશની પગપાળા યાત્રાએ નીકળ્યા છે. 76 વર્ષિય આ વૃદ્ધની આ યાત્રા કોઈ સામાન્ય યાત્રા નથી. તેઓ તેમના સમગ્ર યાત્રા માર્ગ પર દંડવત કરતા કરતા આગળ વધી રહ્યા છે. દ્વારકાધિશની ભક્તિમાં તરબોળ બનેલા આ વૃદ્ધ રોડ આ રીતે દંડવત કરીને 4 થી 5 કિલોમીટરનું અંતર કાપી યાત્રા આગળ વધારી રહ્યા છે.

એકતરફ હાલ ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ઉનાળો પણ તેનો બરાબરનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. આવી કાળજાળ ગરમી વચ્ચે પણ દ્વારકાધિશના આ ભક્ત આકરા તપ સાથે કોઈની પણ મદદ લીધા વિના દંડવત કરતા કરતા આગળ વધી રહ્યા છે. તેમના આ તપ પાછળ કોઈ સાંસારિક લોભ કે લાલચ નથી પરંતુ દ્વારકાધિશને પામવાની સાચી લગન છે.

આ અગાઉ પણ આ પ્રકારે તેઓ દંડવત યાત્રા કરીને દ્વારકાધિશના દર્શને પહોંચ્યા હતા. તેઓ પોતાની ત્રણ વ્હીલવાળી સાયકલ ને આગળ ચલાવે છે અને પોતાના શરીરને સાયકલ સાથે બાંધીને તેઓ પાછળ જમીન પર સૂઈને ભગવાનને દંડવત કરતા આગળ વધી રહ્યા છે. દ્વારકાધિશના આ ભક્ત હવે દ્વારકા પહોંચવાથી થોડા કિલોમીટર જ દૂર છે.

રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?

Follow Us