Rain News : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૌથી વધુ મોડામાં 2.36 ઈંચ ખાબક્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ પણ જોવા મળી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ પણ જોવા મળી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 21 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
જ્યારે સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના સરસ્વતીમાં 2.17 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાટણ અને અંકલાવમાં 1.97 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ મહેસાણામાં 1.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પોશીનામાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો છે.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
બીજી તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આહવા, વઘઈ, સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સુબીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી. સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.