Mahisagar : મહીસાગર જિલ્લામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

Mahisagar : મહીસાગર જિલ્લામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 05, 2025 | 2:40 PM

ગુજરાત પર ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. મહીસાગરના ખાનપુર, મોટા ખાનપુર, નાના ખાનપુરમાં વરસાદી માહોલ છવાયો હતો.

ગુજરાત પર ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં 7 જિલ્લાના 8 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. મહીસાગરના ખાનપુર, મોટા ખાનપુર, નાના ખાનપુરમાં વરસાદી માહોલ છવાયો હતો. ભાદરોડ, રંગેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદી ઝાપટું થતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા હતા. વધુ વરસાદ થાય તો પાકને નુકસાન થઈ શકે છે. મકાઈ, મગફળી, સોયાબીનને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત જુવાર, બાજરી તેમજ શાકભાજીના પાકોને નુકસાન થયો છે.

મહીસાગર જિલ્લામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે મહીસાગરમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જો વધારે વરસાદ વરસે તો ખેડૂતોના પાકને નુકસાન થયા તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો