Rain News : ડભોઈ પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ, તાલુકાના 8 ગામ સંપર્ક વિહોણા,જુઓ Video

Rain News : ડભોઈ પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ, તાલુકાના 8 ગામ સંપર્ક વિહોણા,જુઓ Video

| Edited By: | Updated on: Jun 25, 2025 | 3:09 PM

વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્તા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગામ સંપર્ક વિહોણા થયા હોય તેવી ઘટના પણ સામે આવી છે. વડોદરાના ડભોઈમાં ભારે વરસાદથી શાળાઓમાં પાણી ભરાઈ ગયા છે.

વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્તા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગામ સંપર્ક વિહોણા થયા હોય તેવી ઘટના પણ સામે આવી છે. વડોદરાના ડભોઈમાં ભારે વરસાદથી શાળાઓમાં પાણી ભરાઈ ગયા છે. સીતપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી. શાળાની હાલત પણ જર્જરિત હોવાથી જોખમ વધ્યું હોવાના કારણે શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી.

ડભોઈ તાલુકાના 8 ગામ સંપર્ક વિહોણા

ઉલ્લખનીય છે કે ડભોઈમાં ધોધમાર વરસાદના કારણે નળી-નાળા છલકાયા હતા. ડભોઈના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા ઢાઢર નદીના પાણી ગામમાં વળ્યા હતા. ડભોઈ તાલુકાના 8 ગામ સંપર્કવિહોણા છે. તાલુકાના 8 ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. ડાંગીવાળા, નારણપુરા, કરાલીપુરા, કરાલી, બંબોજ, અમરેશ્વર, વિરપુર અને મગનપુરા ગામનો સંપર્ક ખોરવાયો છે. તંત્ર દ્વારા તાલુકાના 14 ગામને એલર્ટ કરાયા હતા.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો