Rain Video: રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ફરી કરશે તરબોળ

Rain Video: રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ફરી કરશે તરબોળ

| Edited By: | Updated on: Jul 09, 2024 | 4:55 PM

Rain News:રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

રાજ્યમાં આગામી બે દિવસમાં ફરી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દમણ, દાદરા નગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.
આ તરફ સૌરાષ્ટ્રમાં જુનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાહી છે તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, દીવ, કચ્છમાં ભારે વરસાદની આાગાહી કરાઈ છે.
Input Credit- Ronak Varma- Ahmedabad
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 09, 2024 02:41 PM