આજનું હવામાન : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, રક્ષાબંધન પર કેવુ રહેશે વાતાવરણ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નહિવત છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારમાં બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારમાં બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
#Gujarat likely to experience rain along with gusty winds for next 5 days#GujaratRain #Monsoon2024 #Weather #Rain #TV9Gujarati #TV9News pic.twitter.com/lhEiIiojni
— Tv9 Gujarati (@tv9gujarati) August 18, 2024
વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 22 થી 30 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જો કે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 30 ઓગસ્ટ પછી પણ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેવુ રહેશે તાપમાન
હવામાન વિભાગની જણાવ્યા અનુસાર ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. વલસાડ, સુરત, નવસારી, જામનગર, દાહોદમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, છોટાઉદેપુર, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.