Breaking News : છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ નર્મદા જિલ્લામાં 8.6 ઈંચ વરસાદથી જળબંબાકાર, જુઓ Video
મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે 50 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે 50 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
દાહોદ શહેરમાં 7.5 ઈંચ, નર્મદાના તીલકવાડામાં 7.1 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 6.9 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના શેહેરા તાલુકામાં 6.8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
અંબાલાલ પટેલે કરી અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25 જૂનથી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યના પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. જુલાઈની શરૂઆતમાં પણ રાજ્યમાં ભારે વરસાદના એંધાણ કરવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. 1 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
