Monsoon 2025 : વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં વરસાદ પડતા પાણી ભરાયા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના વાપી તેમજ આજુ-બાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતા પાણી ભરાયા છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. આગામી 8 જૂન સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધારે જોવા મળી છે. તો ક્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં વરસાદ વિધ્ન બની શકે છે. તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે.