Rain Forecast : ખેલૈયાઓ અને ક્રિકેટ રસિકોને નિરાશ કરશે વરસાદ! હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી, Video
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યના મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. અને આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. એટલે કે, ઓક્ટોબર મહિનામાં વાતાવરણ સામાન્ય રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.
Rain Forecast : ગરબા અને ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની (Rain) શક્યતા નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે, એટલે કે નવરાત્રી અને વર્લ્ડ કપ દરમિયાન વરસાદ નહીં પડે. કારણ કે, આગામી બે દિવસમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની શક્યતા નથી. મોટાભાગના શહેરોમાં 35થી 36 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.
આ પણ વાંચો Gujarat Weather Forecast : આજે Patan સહિતના અનેક જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના, જુઓ Video
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યના મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. અને આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. એટલે કે, ઓક્ટોબર મહિનામાં વાતાવરણ સામાન્ય રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.
ઉલ્લેખનીય છે કે, 15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઇ રહી છે અને તે પહેલા 5 ઓક્ટોબર અને 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ પણ રમાવાની છે. તેથી હવે નવરાત્રી અને વર્લ્ડ કપની મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા નહીંવત છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો