અરવલ્લી જિલ્લામાં આરોગ્ય કર્મીઓના કરાર માત્ર 3 માસના કરાતા રોષ ભડક્યો, દર્શાવ્યો વિરોધ
અરવલ્લી જિલ્લામાં આરોગ્ય કર્મીઓએ વિરોધ નોંધાવ્યો હતો. 11 માસના બદલે માત્ર ત્રણ માસના કરાર કરવામાં આવવાને લઈ કર્મચારીઓ રોષે ભરાયા હતા અને જિલ્લા પંચાયત સમક્ષ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત સમક્ષ રામધૂન કરીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ આ માટે કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાનો કારસો થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મોડાસા આવનાર છે. આ માટે જિલ્લા પ્રશાસન તૈયારીઓમાં લાગ્યુ છે. આ દરમિયાન બુધવારે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત સમક્ષ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોના કરાર માત્ર ત્રણ માસના કરવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો.
58 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોએ કરાર આધારિત તેમની ફરજને હવે માત્ર ત્રણ માસના કરાર હેઠળ લાવી દેતા રોષ પેદા થયો હતો. છેલ્લા બે થી પાંચ વર્ષથી ફરજ બજાવતા કર્મીઓને હવે નોકરીમાંથી દૂર કરવાનો કારસો ઘડાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કર્મચારીઓએ જિલ્લા પંચાયત સમક્ષ રામધૂન કરીને વિરોધ દર્શાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટ પહેલા ઝડપાઈ દારુની મોટી હેરાફેરી, કેમિકલ ટેન્કરમાં ભરી અમદાવાદ લવાતો જથ્થો ઝડપાયો
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 20, 2023 09:50 PM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

