વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરતની મુલાકાતે, નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું PM લોકાર્પણ કરશે
સુરત : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 તારીખે સુરતની મુલાકાતે પધારી રહ્યા છે. સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે જે સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે

સુરત એરપોર્ટનું આ નવું ટર્મિનલ ખુબ આકર્ષક છે. ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક કરાયું છે.નવા ટર્મિનલમાં 1800 પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યા
ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના પ્રવાસીઓ માટે બે એક્ઝિક્યુટિવ લોન્જ બનાવાયા છે. નવા ટર્મિનલમાં પાંચ એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. કસ્ટમ ઈમિગ્રેશન અને ચેકિંગ કાઉન્ટરની સંખ્યામાં વધારો કરાયો છે. તંત્ર પણ તૈયારીમાં જોતરાયું છે.