ગુજરાતને મળી પ્રથમ AIIMS હોસ્પિટલની ભેટ, વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 25, 2024 | 5:50 PM

વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સની 250 બેડની IPDનું લોકાર્પણ કરાયું. પરાપીપળિયા ગામ નજીક 1200 કરોડના ખર્ચે AIIMSનું નિર્માણ થયું છે. AIIMSમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધા, ઈમરજન્સી વોર્ડમાં 3 ઝોન 20 જેટલા વિભાગ અને 23 જેટલી મલ્ટિસ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે.

ગુજરાત રાજ્યને પ્રથમ એઈમ્સ હોસ્પિટલની ભેટ મળી છે. વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સની 250 બેડની IPDનું લોકાર્પણ કરાયું. પરાપીપળિયા ગામ નજીક 1200 કરોડના ખર્ચે AIIMSનું નિર્માણ થયું છે. AIIMSમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધા, ઈમરજન્સી વોર્ડમાં 3 ઝોન 20 જેટલા વિભાગ અને 23 જેટલી મલ્ટિસ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે.

રાજકોટ AIIMSમાં IPD સેવા કાર્યરત થવાથી સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના દર્દીઓના મોટી રાહત મળી છે. રાજકોટ AIIMSમાં 5 જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો પણ સમાવેશ કરાશે. એઇમ્સમાં ખૂબ નજીવા દરે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. હજુ એઈમ્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં સમય લાગશે. જ્યારે આ પછી નજીકના સમયમાં તબક્કાવાર મલ્ટિસ્પેશિયાલિટી સહિતની સારવાર ઉપલબ્ધ બનશે.

આ પણ વાંચો રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો, વિશાળ જનમેદની ઉમટી