પોરબંદર વીડિયો : પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘુસી જતા ઓખા કોસ્ટગાર્ડે ઝડપી
ઓખામાં ફરી એક વાર શંકાસ્પદ બોટ ઝડપાઈ છે. ભારતીય જળ સપાટીમાં શંકાસ્પદ બોટ દેખાતા જ ઓખા કોસ્ટગાર્ડે ઝડપી હતી. જે આજે સવારે 11 વાગ્યાની આસપાસ ઓખા કોસ્ટગાર્ડ જેટી પર પહોંચશે. જો કે હજી સુધી એ જાણ નથી થઈ કે આ બોટ માત્ર ફિશિંગ કરતી બોટ છે કે કોઈ અન્ય પ્રવૃતિ માટે ભારતીય જળ સીમા આવી હતી.
રાજ્યમાં અનેક વાર શંકાસ્પદ બોટ ઝડપાતી હોય છે. ત્યારે ઓખામાં ફરી એક વાર શંકાસ્પદ બોટ ઝડપાઈ છે. ભારતીય જળ સપાટીમાં શંકાસ્પદ બોટ દેખાતા જ ઓખા કોસ્ટગાર્ડે ઝડપી હતી. જે આજે સવારે 11 વાગ્યાની આસપાસ ઓખા કોસ્ટગાર્ડ જેટી પર પહોંચશે. જો કે હજી સુધી એ જાણ નથી થઈ કે આ બોટ માત્ર ફિશિંગ કરતી બોટ છે કે કોઈ અન્ય પ્રવૃતિ માટે ભારતીય જળ સીમા આવી હતી.
તો થોડા દિવસ અગાઉ જ ભારતના 100થી વધારે માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પોરબંદરના લગભગ 80 થી વધારે માછીમારો હતા. જેમને સુરક્ષા સાથે વાઘા બોર્ડર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ માછીમારોને ટ્રેન મારફતે પોરબંદર લઈ જવામાં આવ્યા હતા.
Published on: Nov 22, 2023 11:20 AM