Porbandar : વનરાજ હાઇ વે ઉપર નીકળ્યા લટાર મારવા, મસ્તીથી ટહેલી રહેલા સિંહનો Video થયો વાયરલ

પોરબંદરમાં દરિયાઇ પટ્ટીમાં વિચરતા સિંહે (lion) હવે દિશા બદલી છે. પોરબંદર-વેરાવળ હાઇવે પર સિંહની લટારનો વીડિયો વાયરલ થયો છે. ગત રાત્રે સિંહ ઓળદરના હાઇવે પર દેખાયો હતો. તથા  પોરબંદરના દેગામ તરફ પણ સિંહે દેખા દીધી છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 8:52 AM

ગીરના જંગલમાં તેમજ ધારી અને અમરેલીના પટ્ટામાં વારંવાર સિંહ દેખા દે છે. આમ તો સિંહનું રહેઠાણ ગીરનું જંગલ ગણાય છે પરંતુ હવે સિંહ પોતાની સરહદમાંથી બહાર નીકળીને પોરબંદર સુધી વિચરતા થઈ ગયા છે. આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ઓળદરના હાઇ વે બ્રિજ ઉપર સિંહ પોતાની મસ્તીમાં જઈ રહ્યો છે. સિંહ જઈ રહ્યો છે તે આખો હાઇ વે ખાલી છે જોકે પાછળથી આવતી એક કારમાંથી સિંહનો વીડિયો લેવામાં આવ્યો છે.  આ રીતે  હાઇ વે ઉપર સિંહ દેખાતા વન વિભાગે સિંહની શોધખોળ હાથ ધરી છે.

ઓળદર હાઇવે ઉપર જોવા મળ્યા સિંહ

પોરબંદરમાં દરિયાઇ પટ્ટીમાં વિચરતા સિંહે હવે દિશા બદલી છે. પોરબંદર-વેરાવળ હાઇવે પર સિંહની લટારનો વીડિયો વાયરલ થયો છે. ગત રાત્રે સિંહ ઓળદરના હાઇવે પર દેખાયો હતો. તથા  પોરબંદરના દેગામ તરફ પણ સિંહે દેખા દીધી છે.  હાઇવે પર સિંહ દેખાતા વનવિભાગ પણ સક્રિય થયું છે. દેગામ તરફ સિંહ જોવા મળતા વનવિભાગની ટીમે શોધખોળ હાથ ધરી છે. આ સાથે વનવિભાગે ખેતરમાં વીજ કરંટ ન મુકવા ખેડૂતોને અપીલ પણ કરી છે.

જૂનાગઢમાં સિંહે કર્યું મારણ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના વિસ્તારમાં સિંહના આંટાફેરા સ્થાનિકોની ચિંતાનું કારણ બન્યા છે.જલંધર ગામે બે સિંહે પશુનું મારણ કર્યું હતું. પશુના મારણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે આ દ્રશ્યોને પગલે ગ્રામજનોની ચિંતા વધી છે. મહત્વપૂર્ણ છે કે એક જ રાતમાં સિંહે કુલ 6 પશુઓના મારણ કર્યાનું સામે આવ્યું છે ત્યારે સિંહની વધતી ચહલ પહલ હવે સ્થાનિકોને ડરાવી રહી છે.

રાજકોટ અને ચોટીલા સુધી જોવા મળ્યા છે સિંહ

ગુજરાત એ સિંહનું ઘર ગણાય છે ત્યારે હવે ગુજરાતમાં જૂનાગઢ ફોરેસ્ટ રેન્જ અને ધારી, અમરેલી, ભવનાથ તળેટી, જૂનાગઢ અને અમરેલીના શહેરી વિસ્તારમાં  પણ સિંહ જોવા મળી જાય છે.

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">