દ્વારકા : લો બોલો! પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી, કમ્પાઉન્ડમાં પડેલી પોલીસ વાનની ઉઠાંતરી
ચોરીની જાણ થતા તરત જ જામનગર LCB અને દ્વારકા SOGએ શોધખોળ કરી અને પોલીસ વાનને પરત કબજે લીધી હતી. તેમજ ગાંધીધામના મોહિત શર્મા નામના યુવકની ધરપકડ કરી છે. જો કે, યુવકે ચોરી કેમ કરી તેનો ખુલાસો નથી થયો. પોલીસની તપાસ બાદ જ હકીકત સામે આવશે.
દ્વારકા પોલીસ મથકમાં ચોરીની ઘટના સામે આવી છે. મોહિત શર્મા નામના એક યુવકે ધોળા દિવસે દ્વારકા પોલીસ મથકમાં ઘૂસ્યો હતો અને હળવેથી વાનને ચાલુ કરીને હંકારીને લઇ ગયો હતો. પોલીસના કમ્પાઉન્ડમાંથી પોલીસની જ વાન ચોરી થઇ ગઇ છતાં કોઇને જાણ સુધાં ન થઇ. આ રીતે પોલીસની નાક હેઠળથી વાન ચોરી થવી એ મોટી વાત છે.
આ પણ વાંચો કોર્ટના કામકાજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતનો કોર્ટોને નિર્દેશ
મહત્વનું છે કે, ચોરીની જાણ થતા તરત જ જામનગર LCB અને દ્વારકા SOGએ શોધખોળ કરી અને પોલીસ વાનને પરત કબજે લીધી હતી. તેમજ ગાંધીધામના મોહિત શર્મા નામના યુવકની ધરપકડ કરી છે. જો કે, યુવકે ચોરી કેમ કરી તેનો ખુલાસો નથી થયો. પોલીસની તપાસ બાદ જ હકીકત સામે આવશે.
Latest Videos