Surat Video : કાપોદ્રા અકસ્માત મુદ્દે MLA કુમાર કાનાણીના પોલીસ પર પ્રહાર, કહ્યુ ‘દિવસે સામાન્ય લોકોને હેરાન કરવાને બદલે પોલીસ રાત્રે કડક કાર્યવાહી કરે’
કાપોદ્રા અકસ્માતની ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યુ છે કે વાહનચાલકો રાત્રે જ દારૂ પીને બેફામ વાહનો ચલાવે છે. દિવસે સામાન્ય લોકોને હેરાન કરવાને બદલે પોલીસ રાત્રે કડક કાર્યવાહી કરે.
Surat : સુરતમાં કાપોદ્રામાં BRTS રૂટમાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોને 100ની સ્પીડ આવી રહેલા કારચાલકે ટક્કર (Accident) મારી હતી. જે પછી બાઇકસવાર હવામાં ફંગોળાયો હતો. કારની ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થયેલા 5 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઇને MLA કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) પોલીસ પર પ્રહાર કર્યા છે.
કાપોદ્રા અકસ્માતની ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યુ છે કે વાહનચાલકો રાત્રે જ દારૂ પીને બેફામ વાહનો ચલાવે છે. દિવસે સામાન્ય લોકોને હેરાન કરવાને બદલે પોલીસ રાત્રે કડક કાર્યવાહી કરે. તેમણે જણાવ્યુ કે દિવસે નહીં રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતો સર્જાય છે. જેથી રાત્રીના સમયે પોલીસ વિભાગનું ટ્રાફિક પર ફોકસ હોવું જોઇએ.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
