Breaking News : ગાંધીનગરમાં ફર્યું દાદાનું બુલડોઝર ! સાબરમતી નદીકાંઠા વિસ્તારમાંથી 700 દબાણો તોડાયા, જુઓ Video

Breaking News : ગાંધીનગરમાં ફર્યું દાદાનું બુલડોઝર ! સાબરમતી નદીકાંઠા વિસ્તારમાંથી 700 દબાણો તોડાયા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 18, 2025 | 11:59 AM

ગુજરાતમાં ફરી એક વાર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું છે. માર્ગ-મકાન વિભાગ અને મનપાએ દબાણો હટાવ્યો છે. 500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એક વાર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું છે. માર્ગ-મકાન વિભાગ અને મનપાએ દબાણો હટાવ્યો છે. 500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીકાંઠા વિસ્તારમાં દબાણો દૂર કરાયા છે.

ગાંધીનગરમાં અલગ અલગ વિસ્તાર જેવા કે પેથાપુર, ચરેડી સહિતના સ્થળોએ દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. સરકારી જમીન પરના 700થી વધુ દબાણો તોડાયા છે. જેમાં 1 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે.

1 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી

સવારથી જ મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે મનપાની 20 ટીમે દબાણ હટાવાની ઝૂંબેશ હાથ ધરી હતી.

દબાણ હટાવવામાં માટે 10 જેટલા JCB મશીનો, 15 ડમ્પર, અને 1000 થી વધુ કર્મચારીઓની ટીમ કાર્યરત હતી. ડિમોલિશન વખતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી, ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. સરકારી જમીન પર થયેલા 700 જેટલા દબાણો દૂર કરીને એક હજાર કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો