AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: ગુડ્ઝ ટ્રેનના 16 જેટલા ડબ્બા રેલ્વે ટ્રેક પરથી ઉતર્યા, દિલ્હી-મુંબઈ સહિતની ટ્રેનો પ્રભાવિત, રેલ્વે વ્યવહાર ઠપ્પ

મંગલમહુડી રેલ્વે સ્ટેશન પાસે રાત્રીના સમયે અચાનક ટ્રેનના ડબ્બા રેલ્વે પાટા (Railway track) પરથી ઉતરી ગયા, જેને કારણે 27 જેટલી ટ્રેન ડાયવર્ટ અને કેન્સલ કરવામાં આવી છે.

Dahod: ગુડ્ઝ ટ્રેનના 16 જેટલા ડબ્બા રેલ્વે ટ્રેક પરથી ઉતર્યા, દિલ્હી-મુંબઈ સહિતની ટ્રેનો પ્રભાવિત, રેલ્વે વ્યવહાર ઠપ્પ
Empty goods train slipage near dahod
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 10:57 AM
Share

દાહોદ (Dahod) નજીક માલગાડીના અંદાજીત 16 જેટલા ડબ્બા રેલ્વે ટ્રેક(Railway Track)  પરથી ઉતર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.મંગલમહુડી રેલ્વે સ્ટેશન પાસે રાત્રીના સમયે અચાનક ટ્રેન ના ડબ્બા રેલ્વે પાટા પરથી ઉતરી ગયા.જેને પગલે જેને કારણે 27 જેટલી ટ્રેન ડાયવર્ટ અને કેન્સલ કરવામાં આવી છે,જેને કારણે રેલ્વે વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.ઘટનાને પગલે દિલ્હી થી બોમ્બે (Delhi-bombay train) અપ એન્ડ ડાઉન લાઇન બંધ કરાઈ છે.જેને કારણે કુલ 20 જેટલી ટ્રેનો (Train) પ્રભાવિત થવાની શક્યતા છે.

પોલીસ વિભાગનો કાફલો ઘટનાસ્થળે

તમને જણાવી દઈએ કે, રેલ્વે અકસ્માત પગલે અનેક ટ્રેનો રોકવામા આવી.ઘટનાની જાણ થતાં જ રેલવે ના અધિકારીઓ સહીત પોલીસ વિભાગનો(Dahod police)  કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી

થોડા દિવસો અગાઉ રાજકોટમાં (Rajkot) એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી.જો કે અધિકારીઓએ સમય સુચકતા દાખવીને સોમનાથ-ઓખા ટ્રેનને ગોંડલના રીબડા પાસે ટ્રેન (Train) રોકી દેવામાં આવી હતી. ટ્રેનના પાટા નજીકથી ઈલેકટ્રીક વાયર કાપી નાખતા વાયર ટ્રેનના વ્હીલમાં ફસાયા હતા. પરંતુ સમય સૂચકતાના લીધે ગુજરાતમાં (Gujarat) મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ હતી.આ ઘટનામાં મોટા ષડયંત્રને અંજામ આપવા માટે તસ્કરોએ વાયર ટ્રેક પર નાખ્યાનો પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યુ છે, પરંતુ જો વાયર કાઢવામાં ના આવ્યો હોત તો ટ્રેન ઉથલી જવાનો ખતરો હતો.

g clip-path="url(#clip0_868_265)">