શેલા વિસ્તારમાં મ્યુઝિકલ પાર્ટીની આડમાં દારૂની મહેફિલ, પોલીસે છાપો માર્યો – જુઓ Video

શેલા વિસ્તારમાં મ્યુઝિકલ પાર્ટીની આડમાં દારૂની મહેફિલ, પોલીસે છાપો માર્યો – જુઓ Video

| Edited By: | Updated on: May 11, 2025 | 8:07 PM

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ક્લબ ‘ઓ-7’માં મ્યુઝિકલ ટેક્નો પાર્ટીની આડમાં દારૂની મહેફિલ યોજાયાની માહિતી મળતા બોપલ પોલીસે રેડ પાડી હતી.

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ક્લબ ‘ઓ-7’માં મ્યુઝિકલ ટેક્નો પાર્ટીની આડમાં દારૂની મહેફિલ યોજાયાની માહિતી મળતા બોપલ પોલીસે રેડ પાડી હતી. ક્લબના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓને પોલીસે પકડી પાડયા હતા.

ઘટનાસ્થળેથી પોલીસે એક મહિલા સહિત કુલ 9 શખ્સોને નશાની હાલતમાં ઝડપી પાડી પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુના દાખલ કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ક્લબમાં રાત્રે 12 વાગ્યા સુધી મ્યુઝિકલ પાર્ટી માટે મંજૂરી આપવામાં આવી હતી તેમ છતાંય પાર્ટી અઢી વાગ્યા સુધી ચાલી હતી.

બોપલ પોલીસે માહિતીના આધારે ક્લબમાં ચેકિંગ કર્યું અને બ્રેથ એનાલાઈઝરથી લોકોની તપાસ કરી હતી. આ તપાસમાં 9 જણા દારૂના નશામાં પકડાયા હતા. આ સિવાય પાર્ટી દરમિયાન કારમાંથી બિયરના ટીન અને દારૂની બોટલ પણ મળી આવી હતી.

ચોંકાવનારી બાબત એ હતી કે, પાર્ટી આયોજક જ નશાની હાલતમાં જોવા મળ્યો હતો. બોપલ પોલીસે હાલ કુલ 9 જુદાં જુદાં ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો