Seventh Day School Case : વિદ્યાર્થિની હત્યા કરનાર વિધર્મી સગીર છેલ્લા એક વર્ષથી કટર કિચન રાખતો હતો સાથે, પોલીસ પુછપરછમાં થયો ખુલાસો

Seventh Day School Case : વિદ્યાર્થિની હત્યા કરનાર વિધર્મી સગીર છેલ્લા એક વર્ષથી કટર કિચન રાખતો હતો સાથે, પોલીસ પુછપરછમાં થયો ખુલાસો

| Edited By: | Updated on: Aug 22, 2025 | 1:23 PM

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવેન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થિની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે પોલીસે આરોપી કિશોરની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી હતી તેમાં દિવસે દિવસે મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવેન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થિની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે પોલીસે આરોપી કિશોરની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી હતી તેમાં દિવસે દિવસે મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ખુલાસો થયો છે કે વિધર્મી સગીર છેલ્લા એક વર્ષથી કટર કિચન સાથે રાખતો હતો. આજે પણ આરોપી સગીર સહિત અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આજે પણ સેવન્થ ડે સ્કૂલમાં શિક્ષણ કર્યા બંધ રાખવામાં આવ્યું છે. ત્રીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. કોઈ પણ અનિચ્છનીય ઘટના બને નહીં તેને લઈને બંદોબસ્ત ગોઠવાયો છે.

બીજી તરફ અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સહિત વિસ્તારની અનેક સ્કૂલમાં રજાઓ આપવામાં આવી છે. જો કે વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જેના પગલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા મુદ્દે કુમકુમ સ્કૂલના સંચાલક સાથે વાતચીત થઈ છે. તણાવભરી પરિસ્થિતિમાં સંચાલકો  જોખમ લેવા માગતા નથી.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા બાદ ભારે રોષનો માહોલ છે. તેમજ લોકોમાં અસુરક્ષાને લઇ ભય પણ છે. હાલ, પરિસ્થિતિ વણસતા મણિનગર અને ઇસનપુર વિસ્તારની મોટાભાગની સ્કૂલો 2 દિવસથી બંધ રખાઇ છે. કારણ કે, વાલીઓ અને સ્કૂલ સંચાલકો કોઇ જોખમ લેવા માગતા નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 22, 2025 01:17 PM