Ahmedabad : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં છારોડીના સ્વામી નારાયણ ગુરૂકૂળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનું વિમોચન
75 વર્ષ પૂર્વે રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરૂકૂળની સ્થાપના કરી, શાસ્ત્રીજી મહારાજ અક્ષરનિવાસી થયાના 34 વર્ષ જેટલો સમય થયો. ત્યારે તેમના શિષ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ 8 વર્ષ પરિશ્રમ કરી ધર્મજીવનગાથા ગ્રંથનું 6 ભાગમાં આલેખન કર્યું છે,
અમદાવાદના છારોડી સ્થિત સ્વામી નારાયણ ગુરૂકૂળ (Swami Narayan Gurukul)ખાતે ધર્મજીવનગાથા ગ્રંથનું વિમોચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM MODI) વર્ચ્યુઅલી (Virtually)ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. 75 વર્ષ પૂર્વે રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરૂકૂળની સ્થાપના કરી, શાસ્ત્રીજી મહારાજ અક્ષરનિવાસી થયાના 34 વર્ષ જેટલો સમય થયો. ત્યારે તેમના શિષ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ 8 વર્ષ પરિશ્રમ કરી ધર્મજીવનગાથા ગ્રંથનું 6 ભાગમાં આલેખન કર્યું છે, ત્યારે આ ગ્રંથના વિમોચનમાં વડાપ્રધાને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાના શબ્દો છે, સૌનો સાથ, સૌનો વિકાસ.
તો આ તરફ વડાપ્રધાને અપીલ કરી કે ગુરૂકુળના શીષ્યો થકી ગામમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચે. જેથી લોકો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે.વડાપ્રધાને સ્વદેશીનો પણ સંદેશ આપ્યો હતો. અને જણાવ્યું કે, જીવનમાં ઉપયોગી દરેક વસ્તુ સ્વદેશી હોય તેવો આગ્રહ રાખવો જોઈએ. જેથી દેશ પણ પ્રગતિશીલ બને.
SGVP ભાવવંદના પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓ વાપરવા પર જોર મુક્યું હતું. આ સાથે મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજના જીવનને જાણવા અને સમજવા શ્રોતાઓને અપીલ કરી હતી. સાથે જ મોદીએ આત્મનિર્ભર બનવા લોકોને આહવાન કર્યું હતું.
આ પણ વાંચો : IPL 2022: શ્રેયસ અય્યરે પોતાનો મનપસંદ બેટિંગ ઓર્ડર જાહેર કર્યો, પરંતુ ટીમ માટે બલિદાન આપવા તૈયાર છે