Ahmedabad : ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, DCP સહિતના અનેક પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા, જુઓ Video

Ahmedabad : ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, DCP સહિતના અનેક પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 22, 2024 | 10:17 AM

અમદાવાદમાં દિવસે દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં આવી છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદમાં દિવસે દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં આવી છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. JCP, DCP, 11 PI આ ઉપરાંત 400 પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા છે.

શાહપુર, કારંજ અને માધુપુરા વિસ્તારમાં પોલીસે કોંમ્બિગ હાથ ધર્યું છે. વાહન ચેકિંગ, બુટલેગરો અને ગુનેગારોના ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 50 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા છે. 15 જેટલા દારૂ અંગેના કેસ કરાયા છે. તેમજ 15 શખ્સો સામે ગેરકાયદે હથિયાર રાખવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

રખિયાલ અને બાપુનગરમાં કર્યું હતુ કોમ્બિંગ

બીજી તરફ આ અગાઉ અમદાવાદના રખિયાલમાં લુખ્ખા તત્વોના આતંકનો અંત લાવવા માટે પોલીસ એકશનમાં આવી હતી. પોલીસે રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતુ. પોલીસે ગરીબનગરના છાપરા અને સુંદરમનગર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. કોમ્બિંગમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ અને LCB પણ જોડાઈ હતી. રખિયાલ અને બાપુનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.