AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar : નર્મદાની લાઇનમાંથી પાણી ચોરી કરતા ખેડૂતો સામે પોલીસની લાલ આંખ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

Surendranagar : નર્મદાની લાઇનમાંથી પાણી ચોરી કરતા ખેડૂતો સામે પોલીસની લાલ આંખ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 10:08 AM
Share

પાણીનો ફોર્સ ઘટવાની ફરિયાદ મળતા પાણી પુરવઠા વિભાગે મુળી પંથકના ખાટડી, ટીકર સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. ચેકિંગ દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગરના મુળી પંથકમાં પાણી પુરવઠા વિભાગે સપાટો બોલાવી પાણી ચોરી કરતા 8 ખેડૂતોને ઝડપી પાડ્યા છે. પાણીનો ફોર્સ ઘટવાની ફરિયાદ મળતા પાણી પુરવઠા વિભાગે મુળી પંથકના ખાટડી, ટીકર સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. ચેકિંગ દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મુળી પંથકના 8 ખેડૂત સામે પાણી ચોરીની પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાણી પૂરવઠા વિભાગનો સપાટો

જિલ્લા પાણી પૂરવઠા વિભાગના જનરલ મેનેજર કોમલ અડાલજાએ જણાવ્યુ હતુ કે અંડરગ્રાઉન્ડ કનેક્શન હટાવવામાં આવ્યા છે. પરંતુ ખાટડી વીડ જે ઘણો અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં મોબાઈલનું નેટવર્ક પણ મળતુ નથી. તેમજ વાહન લઈને જવુ પણ દુર્ગમ છે. ત્યાં એક એરવાલ પર પાંચ કનેક્શન, અન્ય એરવાલ પર ત્રણ કનેક્શન એ રીતે પાણી ચોરી કરાતી હોવાની વિગતો પણ ધ્યાને આવી હતી. આજે પાણીપૂરવઠા વિભાગે આવા 9 ગેરકાયદે કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. પાણી ચોરી કરતા ખેડૂતો સામે લાલ આંખ કરતા પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">