Ahmedabad : નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસનો એક્શન પ્લાન, ખેલૈયા બની પોલીસ રાખશે ચાંપતી નજર, જુઓ Video
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રીના તહેવારોને લઈને તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે નવરાત્રીમાં અમદાવાદના નાગરિકોની સુરક્ષાને લઈને પોલીસનો સજ્જ થઈ છે.
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રીના તહેવારોને લઈને તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે નવરાત્રીમાં અમદાવાદના નાગરિકોની સુરક્ષાને લઈને પોલીસનો સજ્જ થઈ છે. આ નવરાત્રીમા ટપોરી ઓની ખેર નથી. કારણ કે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ ગરબાના મેદાનમાં હશે.
આ સમગ્ર શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમા હાજર રહેશે. ખાસ કરીને સિધુંભવન રોડ, એસજી હાઈવે અને રિવરફ્ન્ટ વિસ્તારમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જેમા ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પણ સક્રિય થતી હોય છે. તેને લઈને ગરબા આયોજકોને CCTV અને વોચ ટાવર બનાવવા સૂચના આપવામાં આવી છે.
ટ્રાફિક સુચારૂ બનાવવા વિશેષ વ્યવસ્થા
નવરાત્રીમાં ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોય છે. જેથી ટ્રાફિક પોલીસે આ વખતે એસ.જી હાઈવે ,એસ.પી રિંગરોડ અને સિંધુભવન રોડ પર વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. જ્યાં ખાસ કરીને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી જવાન સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહેશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે એસ.પી રિંગ રોડ અને એસ.જી હાઇવે સાથે જ શહેરમાં મોટા વાહનોના પ્રવેશ માટે રાત્રે 2 વાગે સુધી પ્રતિબંધ રાખવામા આવ્યો છે.
