ગુજરાત પ્રવાસ પહેલા વડાપ્રધાનનું ટ્વીટ, લખ્યું રાજકોટનું હૃદયમાં છે વિશેષ સ્થાન, રાજકોટવાસીઓએ જ ચૂંટણીમાં પહેલીવાર અપાવી હતી જીત-વીડિયો

|

Feb 24, 2024 | 9:34 PM

લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હોમ સ્ટેટ ગુજરાતને હજારો કરોડોના વિકાસકામોની ભેટ માટે ફરી ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદી તેમની આ ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રને વિશેષ સોગાત આપવા જઈ રહ્યા છે.જેમા તેમની રાજકોટ મુલાકાતને લઈને પીએમ મોદીએ ભાવસભર પ્રતિક્રિયા પણ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ સૌરાષ્ટ્રને હજારો કરોડોના વિકાસકામોની ભેટ આપવાના છે. જેમા દ્વારકામાં 900 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2320 મીટર લાંબા સુદર્શન સેતુનું ઉદ્દઘાટન કરશે. આ બ્રિજ બનવાથી દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે કનેક્ટીવિટી વધશે સાથે જ પ્રવાસનને વેગ મળશે. વર્ષ 2017માં આ બ્રિજના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા મુલાકાત પહેલા એક્સ પર લખ્યુ કે આવતીકાલનો દિવસ ગુજરાતના વિકાસના માર્ગ માટે ખાસ છે. ઉદ્ઘૃાટન કરવામાં આવી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સમાં સુદર્શન સેતુનો સમાવેશ થાય છે, જે ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકાને જોડે છે. આ એક અદભૂત પ્રોજેક્ટ છે જે કનેક્ટિવિટી વધારશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં નિર્માણ પામેલી ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પણ ઉદ્દઘાટન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની રાજકોટ મુલાકાત પહેલા તેમના એક્સ મીડિયા પર લખ્યુ કે રાજકોટનું હ્રદયમાં વિશેષ સ્થાન છે. આ શહેરના લોકોએ જ મારામાં વિશ્વાસ મુકી મને ચૂંટણીમાં સૌપ્રથમવાર જીત અપાવી હતી. ત્યારથી મે હંમેશા જનતા જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યુ છે. તે પણ એક સુખદ સંયોગ છે. હું આજે આવતીકાલે ગુજરાતમાં હોઈશ અને એક કાર્યક્રમ રાજકોટમાં યોજાઈ રહ્યો છે.જ્યાથી 5 એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ

આ પણ વાંચો: એક દિવસના અંતરાલમાં પીએમ મોદી આજે ફરી આવશે ગુજરાત, જામનગરમાં રાત્રિરોકાણ અને આવતીકાલે દ્વારકા, રાજકોટમાં હજારો કરોડના વિકાસકામોની આપશે સોગાત

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video