જૂનાગઢ વીડિયો: આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દીની ઉજવણી, વડાપ્રધાન મોદીએ આપ્યો આ સંદેશ
જૂનાગઢ જિલ્લાના મઢડા ગામે મા સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા પર સોનલધામ ખાતે ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારે જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ આપ્યો છે. ચારણ સમાજ અને સોનલ માના ભક્તોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે.

આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારણ સમાજ અને સોનલ માના ભક્તોને શુભેચ્છા આપવા સાથે સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે મઢડાધામ ચારણ સમાજ માટે શ્રદ્ધા, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. આઇ સોનલ માના ચરણોમાં મારા વંદન છે. તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતી મહાન સંતો અને વિભૂતીઓની ભૂમિ છે. અનેક સંતોએ માનવતા માટે પોતાનું જીવન વ્યતીત કર્યું.
વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે પવિત્ર ગિરનાર ભગવાન દતાત્રેય સહિત અનેક સંતોનું સ્થાન છે. જૂનાગઢ અને મઢડા ધામમાં મા સોનલની અનુભૂતિ થાય છે. સોનલ માએ જનકલ્યાણ અને દેશની સેવામાં જીવન સમર્પિત કર્યું છે.