Breaking News: યુદ્ધના સંકટ વચ્ચે રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરવા PM મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની બેઠક

| Edited By: | Updated on: Mar 26, 2026 | 7:59 PM

પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ગંભીર સંઘર્ષ અને ઈંધણ પુરવઠા પરના તોળાતા જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 6:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.

વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક તણાવની અસર સામાન્ય ભારતીય જનતા પર ન પડે તે માટે કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. પીએમ મોદી આવતીકાલે દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી કેન્દ્ર-રાજ્ય વચ્ચેના તાલમેલની સમીક્ષા કરશે. જોકે, જે રાજ્યોમાં ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં, પરંતુ ત્યાંના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી સંવાદ સાધવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ સંસદમાં પણ સ્પષ્ટ સૂચના આપી છે કે યુદ્ધની આડમાં ચીજવસ્તુઓના ભાવ વધારતા કાળાબજારિયાઓ અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાજ્યોને સૂચના આપવામાં આવશે કે તેઓ બજારમાં પુરવઠો જાળવી રાખે અને ભાવ પર સતત નજર રાખે. આ ઉપરાંત, ઘરેલું ગેસ (LPG) નો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકાર હવે વધુમાં વધુ PNG ના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય કટોકટીમાં પણ ભારતની એનર્જી સિક્યોરિટી જળવાઈ રહે.

ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે પરમાણુ રેડિયેશન લીક થશે તો આ 8 દેશમાં મચશે હાહાકાર, શું ગુજરાત પર થશે અસર?

Follow Us