Breaking News : ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ગુજરાતી પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો, જુઓ Video
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરને કારણે ધારાલી શહેરમાં ભારે વિનાશ થયો હતો. જેમાં ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ પણ ઉત્તરકાશીમાં ફસાયા છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરને કારણે ધારાલી શહેરમાં ભારે વિનાશ થયો હતો. જેમાં ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ પણ ઉત્તરકાશીમાં ફસાયા છે. ઉત્તરાખંડમાં ગયેલા પાટણના પ્રવાસીઓનો સંપર્ક વિહોણા થયા છે. ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ સંપર્ક તૂટ્યો છે.
હારીજ અને ચાણસ્માના 15 પ્રવાસી સંપર્ક વિહોણા થયા છે. મળતી માહિતી અનુસાર પ્રવાસીઓ ગંગોત્રી નજીક હતા ત્યારે છેલ્લીવાર સંપર્ક થયો હતો. પ્રવાસીઓનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતાનો માહોલ સર્જાયો છે.
રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું
બીજી તરફ ધરાલીમાં કુદરતી આફત બાદ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જે માટે હેલિકોપ્ટરનો સહારો લેવાયો છે. જો કે, હજુ સુધી રાહત અને બચાવ માટે પર્યાપ્ત સામાન અને સામાગ્રી પહોંચાડવામાં એવી સફળતા મળી શકી નથી. ચારેબાજુ ભૂસ્ખલન બાદ રસ્તાઓ બંધ છે.
આ તરફ ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર 100 મીટરથી વધુ જમીન ધસી પડી છે. સ્થિતિ એવી છે કે, ચાલીને પણ આગળ વધી શકાય તેમ નથી. રસ્તાઓ બંધ થવાને કારણે ધરાલી અને હર્ષિલમાં રાહત અને બચાવ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે. હાઈવે ખુલવાની રાહ જોયા વિના ITBPના જવાનો પાસે બીજા કોઈ વિકલ્પ નથી. જો કે, આ વચ્ચે રાહતની વાત એ છે કે, આજે ઉત્તરકાશીમાં વાતાવરણ ચોખ્ખું છે, જેથી રેક્સ્યૂ ઓપરેશનને વધુ ઝડપી બનાવી શકવાની સંભાવના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
