જુનાગઢમાં મેઘમહેર યથાવત, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે દામોદર કૂંડમાં પૂર આવ્યુ

જુનાગઢ જિલ્લાના મેંદરડામાં દોઢ કલાકમાં ત્રણ ઈંચ,જૂનાગઢ (Junagadh)  શહેરમાં બે કલાકમાં અઢી ઇંચ, ભેંસાણમાં બે ઈંચ અને વંથલીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 9:50 AM

હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ (Rain) જામ્યો છે.ત્યારે જુનાગઢના ગિરનારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વરસાદી પાણી ભરાયા હતા. ગિરનાર (Girnar) પર અંદાજિત 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો ઉપરવાસમાં ભારે વરસાદના (Heavy rain) પગલે દામોદર કૂંડમાં પૂર આવ્યુ છે. બીજી તરફ મેંદરડામાં દોઢ કલાકમાં ત્રણ ઈંચ,જૂનાગઢ (Junagadh)  શહેરમાં બે કલાકમાં અઢી ઇંચ, ભેંસાણમાં બે ઈંચ અને વંથલીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

રાજ્યમાં મેઘરાજા મહેરબાન

છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર,પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">