સરસ્વતીના સરીયદમાં ફટાકડાના સ્ટોરમાં લાગી ભયંકર આગ, ઝડપથી કાબૂ મેળવી લેવાતા રાહત
પાટણ જિલ્લાના સરસ્વતીના સરીદય ગામમાં ફટાકડાના સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા એકા એક જ સ્ટોરમાં રહેલા લાખો રુપિયાના ફટાકડા ફુટવા લાગ્યા હતા. આગ મોટુ સ્વરુપ પરડે એ પહેલા જ સ્થાનિક લોકોએ બચાવ માટે દોડી આવ્યા હતા અને ફાયર ટીમને પણ જાણ કરવામાં આવી હતી. જોકે આગને લઈને મોટુ નુક્સાન સર્જાયુ છે. આગને લઈ કોઈ જાનહાની નહીં થવાને લઈ મોટી રાહત સર્જાઈ છે.
પાટણ જિલ્લામાં શનિવારે આગની ઘટના નોંધાઈ હતી. એકાએક જ સરસ્વીના સરીયદ ગામમાં બે ફટાકડા સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગવાને લઈ ફટાકડા એકાએક જ ફુટવા લાગ્યા હતા. ફટકટા મોટી સંખ્યામાં ફુટવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગને કારણે મોટુ નુક્સાન સર્જાયુ હતુ.
આ પણ વાંચોઃ બાયડમાં મામલતદાર સામે અપક્ષ MLAની દાદાગીરી, જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા અધિકારીઓને અટકાવ્યા
ફટાકડાના સ્ટોલની બાજુમાં બે બાઈક પાર્ક કરેલા હતા. એ બંને બાઈક પણ આગમાં લપેટાયા હતા. જેને લઈ બંને બાઈકને આગથી નુક્સાન થયુ હતુ. બંને ફટકડા સ્ટોલમાં રાખેલા મોટી સંખ્યામાં ફટાકડા પળવારમાં જ ફુટીને રાખ થઈ ગયા હતા. તેમજ સ્ટોલમાં રાખેલ અન્ય સરસામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 11, 2023 04:07 PM
Latest Videos