Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાયડમાં મામલતદાર સામે અપક્ષ MLAની દાદાગીરી, જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા અધિકારીઓને અટકાવ્યા

બાયડમાં મામલતદાર સામે અપક્ષ MLAની દાદાગીરી, જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા અધિકારીઓને અટકાવ્યા

| Updated on: Nov 10, 2023 | 8:37 PM

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની દાદાગીરી સામે આવ્યા છે. બાયડ મામલતદાર અને સ્ટાફ દ્વારા ટ્રાફિકને અડચણ તહેવારોમાં ના થાય એ માટે રસ્તાઓ પર વેપારીઓને મંડપ મોટા બાંધીને અડચણ કરતા હોય એમને અટકાવવા પહોંચ્યા હતા. પરંતુ ધારાસભ્યને આ અંગેની જાણકારી કોઈએ કરતા જ તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ સ્થળ પર જ દોડી આવીને અધિકારીઓને અટકાવવા માટે બોલવા લાગ્યા હતા.

એક તરફ બાયડ શહેરમાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે. જેને લઈ અકસ્માતો અહીં વારંવાર સર્જાય છે અને દિવાળી જેવા તહેવારોમાંતો ટ્રાફિકની સમસ્યા પારાવાર સર્જાય છે. આવી સ્થિતિ વચ્ચે હવે તહેવારોમાં નાના મોટા વેપારીઓ નાના વેપારીઓને આગળ ધરીને મોટા મંડપ બાંધી દેતા હોય છે. જેને લઈ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી હોય છે. દિવાળી સમયે જાહેરનામાના ભંગને લઈ સ્થાનિક મહિલા મામલતદાર સહિતની ટીમ કાર્યવાહી પર બજારમાં પહોંચી હતી. ત્યારે જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ રાજસ્થાનના કદાવર કોંગ્રેસી લીડર માટે ગુજરાતના જ નેતાઓ પડકાર બનશે, પૂર્વ MLA અને આગેવાનો મેદાને

આવી જ સ્થિતિને અટકાવવા માટે સ્થાનિક મામલતદાર ખુદ પોલીસની ટીમને લઈને બજારમાં પહોંચ્યા હતા. જ્યાં દબાણ કરવા રુપ બાંધેલ મંડપ અને વધારે બહાર નિકળીને વેપાર કરવા લાગેલ હોય એમને પણ તંત્ર અટકાવતુ હતુ. તો જાહેરનામા ભંગની કાર્યવાહીને લઈ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી. આ દરમિયાન સ્થાનિક અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પહોંચી આવ્યા હતા અને તેઓએ મામલતદારને અટકાવ્યા હતા. મામલતદારને કામગીરીથી અટકાવતા મામલો ગરમ બન્યો હતો.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 10, 2023 08:36 PM
g clip-path="url(#clip0_868_265)">