AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: યાજ્ઞિક રોડ પર ટ્રાફિક પોલીસના નવા જાહેરનામાને લઈને વેપારીઓ ત્રાહિમામ, પોલીસ સામે ઉગ્ર રોષ

Rajkot: યાજ્ઞિક રોડ પર પોલીસના જાહેરનામાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવા જાહેરનામાને લઈને વેપારીઓમાં ઉગ્ર રોષ છે અને તેમણે રસ્તા પર બેસી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આક્રોષ વ્યક્ત કર્યો હતો. મહાકાળી મંદિર રોડ પર વેપારી એસોસિએશન દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ પાળી સૂત્રોચ્ચાર કર્યા હતા.

Rajkot: યાજ્ઞિક રોડ પર ટ્રાફિક પોલીસના નવા જાહેરનામાને લઈને વેપારીઓ ત્રાહિમામ, પોલીસ સામે ઉગ્ર રોષ
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 25, 2023 | 10:18 PM
Share

Rajkot: શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાજકોટના (Rajkot) પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા જાહેરનામુ બહાર પાડીને યાજ્ઞિક રોડ પરના ચાર રસ્તાઓને વન વે જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ જાહેરનામાનો હવે વિરોધ થઇ રહ્યો છે. આજે રાજકોટના મહાકાળી મંદિર રોડના વેપારીઓ દ્રારા આ જાહેરનામાના વિરોધમાં 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી દુકાનો બંધ કરીને વિરોધ કર્યો હતો અને આ જાહેરનામુ પાછું ખેંચવાની માંગ કરી હતી.

મહાકાળી મંદિર રોડ પર વેપારી એસોસિએશન દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ પાળીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વેપારીઓમાં એટલા રોષમાં હતા તેમણે રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા અને વન વે પરત ખેંચવાની માગ કરી હતી. વેપારીઓનું કહેવુ છે કે મહાકાળી મંદિર રોડ પર વન વે જાહેર કરવાને કારણે વેપાર ઉદ્યોગને માઠી અસર પડી રહી છે. આ રસ્તા પર ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાઈ નથી. વેપારીઓ નિર્ણય પરત લેવાની માગ પર અડગ છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય પરત નહીં ખેંચાય તો સાંસદ, ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ નોંધાવશે.

ન્યુ જાગનાથના વેપારીઓએ પણ કર્યો હતો વિરોધ

પોલીસના યાજ્ઞિક રોડ પરના ચાર રસ્તાઓ વન વે જાહેર કર્યા બાદ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે ન્યુ જાગનાથ રોડ પરના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ કહ્યુ હતુ કે વન વે ને કારણે લોકોને આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે અને તેના કારણે વેપાર ધંધાને માઠી અસર પડી રહી છે ત્યારે વન વેનો નિર્ણય પરત ખેંચાવો જોઈએ.

જાહેરનામા પહેલા પોલીસે વેપારીઓને વિશ્વાસમાં કેમ ન લીધા તે મોટો સવાલ

પોલીસના જાહેરનામાનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે, યાજ્ઞિક રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસ દ્રારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવી રહ્યું છે પરંતુ આ નિર્ણયથી યાજ્ઞિક રોડ પરની વિવિધ શેરીમાં વેપાર કરતા વેપારીઓને અને રહેવાસીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સવાલે એ વાતનો છે કે પોલીસ દ્રારા આટલો મોટો નિર્ણય લેતા પહેલા વેપારીઓને વિશ્વાસમાં કેમ લેવામાં ન આવ્યા? જો ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશન સાથે અગાઉ ચર્ચા કરવામાં આવી હોત તો વેપારીઓ અને પોલીસ સમજૂતીથી આ સમસ્યા હલ કરી શક્યા હોત.

આ પણ વાંચો : Rajkot : ભારે વરસાદના કારણે કરમાળ ડેમ બન્યો ‘તબાહી’નો ડેમ, કરમાળ પીપળીયાના લોકોને પહેરેલા કપડે ઘર છોડવું પડ્યું, જુઓ Video

શું આ જાહેરનામુ પણ પરત ખેંચાશે?

યાજ્ઞિક રોડની સાથે શહેરના 150 ફુટ રિંગ રોડ પર ખાનગી ટ્રાવેલ્સોની પ્રવેશબંધી પરનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જો કે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોના વિરોધ અને સાંસદ-ધારાસભ્યોની મધ્યસ્થીને કારણે પોલીસે નમતું મુકવું પડ્યું હતું અને આ જાહેરનામાંને 6 મહિના સુધી પરત ખેંચવું પડ્યું હતું. આ કિસ્સામાં પણ પોલીસે સ્થિતિની સમીક્ષા કર્યા વગર જ જાહેરનામું બહાર પાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ વેપારીઓ આ જાહેરનામાનો સખ્ત વિરોધ કરી રહ્યા છે. ત્યારે શું પોલીસ આ જાહેરનામુ પણ પરત ખેંચશે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">