પંચમહાલ : હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ, બોગસ દસ્તાવેજ બનાવી 17 પ્લોટ વેચી માર્યા !
હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષ પરમારે 14 સપ્ટેમ્બર 2018થી 11 માર્ચ 2019 દરમિયાન પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને વેચી દીધા અને આ ઠગાઇમાં અન્ય એક કમલેશ પરમાર નામનો શખ્સ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં હાલોલના સબ રજિસ્ટ્રારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષ પરમાર સામે પોલીસે ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. તેમની સામે આક્ષેપ લાગ્યા છે કે, તેમણે 17 પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને બારોબાર જ વેચી માર્યા છે. તેમણે 14 સપ્ટેમ્બર 2018થી 11 માર્ચ 2019 દરમિયાન પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને વેચી દીધા અને આ ઠગાઇમાં અન્ય એક કમલેશ પરમાર નામનો શખ્સ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં હાલોલના સબ રજિસ્ટ્રારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હાલોલની શિવાશિષ પાર્ક સોસાયટીમાં મેસર્સ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર લક્ષ્મી કોટન ટ્રેડર્સ તરફે અધિકૃત ડાયરેક્ટર ઉપેન્દ્ર કાપડિયાએ અનીશ રજનીકાંત શાહ સાથે ડેવલોપમેન્ટ કરાર કર્યો હતો. જે કરારના આધારે અનીશ શાહે પાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષ પરમાર તથા કમલેશ પટેલ સાથે ભાગીદારી કરાર કર્યો હતો.
ત્યારે મૂળ માલિક સાથે ઠગાઇ કરી અને ખોટા દસ્તાવેજ બનાવીને 17 પ્લોટ વેચી દીધા હતા. તો, પોલીસને ફરિયાદ મળતા મધ્યપ્રદેશના ધારમાં ધર્મશાળા ખાતેથી સુભાષ પરમારને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો પંચમહાલ : અધિકારીઓના વાહનની જાસૂસીનો કેસ, 18 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ઉલ્લેખનીય છે, સુભાષ પરમાર સામે નડિયાદ અને હાલોલ પોલીસ મથકમાં અત્યાર સુધી 4 ફરિયાદ નોંધાઇ ચૂકી છે. તેમજ વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ભાજપે સસ્પેન્ડ પણ કર્યા હતા. તો, હવે પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી

26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ

RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
